નાગરજાતિ ની લાક્ષણિકતા તેની વિશિષ્ટ અટકમાં છે, આ રચનામાં ઘણી બધી નાગરો ની અટક નો સમાવેશ કર્યો છે, આમાં પ્રાસ કરતા પ્રયાસ અગત્યનો છે, તો માણો.
*નાગરોની ધમાલ*
જ્યાં 'હાથી' ની પડી 'છાયા',
જોઈને 'મચ્છર' ગભરાયા.
'માંકડ' એ પાડી જો બુમ,
તો 'ઘોડા' દોડતા આયા.
'પારધી' ને સમજાયું કઈ નહીં,
ને 'મહારાજા' પણ ગુંચવાયા.
પણ એક 'ધ્રુવ' ના ચળ્યા,
'નાણાવટી' વિચારતાં રહ્યા.
ને 'મુન્શી' એ કાઢ્યો તોડ,
પૂછ્યું આ શેની છે દોડ?
ત્યાં બોલ્યા 'અંતાણી',
કહેશે હવે 'વચ્છરાજાની'.
એમણે મોઢે માર્યું 'બુચ',
ત્યાં હતા 'દીક્ષિત' બધામાં શિક્ષિત,
એમણે જોયું 'બક્ષી' સામે.
ને બતાવીને 'ખારોડ',
પૂછ્યું શાની આ દોડાદોડ?
'કંથારીયા' ને જોશીપુરા' એ,
પૂછ્યું કહો તો 'મેઢ'?
આ 'દિવેટિયા' ને 'લવિંગીયા'
ફૂટ્યા કેવી રીતે?
ને 'કચ્છી' આખરે બોલ્યા
આ 'હાથી' ભાઈ ને લીધે.
સાંભળી આ વાત,
'વસાવડા' એ કાઢ્યા દાંત.
👆 *પરેશ દવે "પેરી"*👆
'કિકાણી'ને પૂછે 'રીંડાણી', 'આ શું ભાગદોડ મંડાણી'?
'યાજ્ઞિક'ને વિસ્મય થાતું કાં નાત આખી અટવાણી?
'વોરા' બેઠા'તા કોરા, એ કહે, "કાં મૂંઝાવ, બંધુ મોરા?"
'પોટા'ને તો પૂછવું જ નહીં, એ ખાય ગોટા ને પાડે ફોટા.
"ખંધાર', 'નાગર' અસમંજસમાં, પૂછવું કોને આમાં?
'ધોળકિયા'ને તો ખબર જ ન પડી, વગાડતા હતા ઢોલકીયાં.
'મંકોડી' પૂછે 'વૈદ્ય'ને કાનમાં, આ શેનું છે તોફાન જી?
"વૈષ્ણવ' જન તો સાવ નિરાળા, કહે, ઉત્તર દેશે 'દિવાનજી'.
'મહેતા', 'દેસાઈ', 'ઓઝા', 'ઝાલા' ન કોઈને કાંઈ સમજાણું,
"અવાશિયા', 'અંજારીયા' બોલ્યા, 'તમે કાંઈક તો બોલો, 'મારુ'.
ત્યાં તો બોલ્યા 'પંચોળી', 'આવો, હું કહું 'જીકાર',
'પટ્ટણી' ચટણી છોડી દોડયા, ને સાંભળે 'મજમુદાર'.
'પાઠક', 'પંડ્યા', 'શુક્લ', 'ત્રિવેદી', સહુએ હાજર થાય,
'જથ્થલ' ને 'ઢેબર' પણ આવ્યા સાંભળવા એ વાત.
'સ્વાદિયા', 'હજરત', 'રાણા', 'ઉનાકર' આવી બેઠા ચોરે,
ત્યારે 'હાથી' સંગે 'મચ્છર' ખડખડ હસતા જોરે.
*-નીતા વછરાજાની*
તા.ક.-હજી અમુક અટકો તો રહી જ ગઈ હશે…! બસ હવે અટક.
☘️🌺☘️😌☘️🌺☘️
चुन चुन करती आयी चिड़िया, હાથી भी आया, घोड़ा भी आया, માંકડ भी आया, मंकोडी भी आया। 😇
Kindly consider this as JOKE only.