“અપાણ સૌ હરતાં ફરતાં પિંજરા”
અપાણ સૌ હરતા ફરતા પિંજરા
ઉપર બનાવ્યો મોર રૂડો ને,
માહી ભાર્યા નાર્યા ચિન્થરા...
પંડના પિંજરામા પંડે પુરાયો,
હંસલો કામંગારો
કોઈનો નાખેલો ચારો એ ચાર્ટો,
છોડીને મોતીનો ચારો
કોને બનાવ્યો મહેલ રૂડો પણ,
ભીતરમા થી ભર્યા ચિન્થરા... 1
નહિ આરો કે નહિ ઓવારો,
ઇવો સંસાર સાગર ખારો
તારીને ડૂબવુ કે ડુબીને તરવુ,
વારફરતી વારો
સાગર કેરુ નામ ધાર્યુ પણ,
નીર જુઓ તો એના છિછરા... 2
🙏🏻