આશિષ વરસે અનરાધાર
શ્વાસને વિશ્વાસ
ડગમતા કદમોનો આધાર
લાગણી ભીનાં શબ્દો એ જ
પણ
બોલનાર બદલાય..
ચક્ર સૃષ્ટિનું... ફર્યા કરે
કાલ અમે કહેતાં હું છું
આજ તું કહે છે હું છું
ને
સંતોષનો શ્વાસ
હા!
અંશ અમારો
એકવીસ વરસ થયાં તને
પુખ્ત સમજદાર
જવાબદાર પણ...
સલાહ નથી આપવી...
સમજ તારી આગવી
દૃષ્ટિ તારી પોતીકી
ઉડ તારી સપનાંની ઉડાન
અંતરનાં આશિષ
પ્રગતિના પંથે આગળ વધ
યશસ્વી બન...
બેટા
બસ, થોડી વાતો કરવી છે..
ગાંઠ મારી યાદ રાખજે...
સમય ક્યારેય એકસરખો નહીં રહે
ચડતી પડતી
સફળતાની સાથે
કદાચ નિષ્ફળતા પણ ચાખવી પડે...
નજર હિમાલયની ટોચ પર ભલે રાખ
બસ,
પગ ધરતી પર ખોડી રીતે રાખજે
આકાશી ઉડાન સમયે
થોડી આસપાસ નજર નાખી લેજે
સ્વ સાથે સ્વજનોને જોડી
આમ જ આગળ વધતો રહેજે
વિધ્નો આવે
અંધકાર છવાય ત્યારે,
થાકી હાર ન માનતો
એક વધુ પ્રયાસ સાથે
મનમાં શ્રદ્ધાનો દિપક જલાવી
સારપને પકડી રાખજે..
રસ્તો મળશે જ
તારી મંજિલ તારી સામે જ હશે.
માત-પિતાનું હૃદય સદા આશિષ દેશે
આજ પણ કાલ પણ
અંતરના આશિષ
વરસે વરસતા રહેશે અનરાધાર
જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાશ્વ
કાજલ
કિરણ પિયુષ શાહ
૨૮/૧૧/૨૦૨૩