❛❛તમારી એક સવાર ને મારા ઘર નું સરનામું આપી દે,
દરવાજો ખોલું ને તમે હસતો ચહેરો લઈને ઉભા હોય એવું પણ બને..
તમારા રંગો માં મને તમારી સાથે રંગાય જવા દો,
મેઘધનુષ્ય ના બધા રંગો તમારા માં મળી જાય એવું પણ બને..
દુનિયાની આ ભીડ માં મને મારુ કોઈ શોધવા દે,
અને મારી ભીતર જ તમે મને મળી જાઓ એવું પણ બને..
‘તમે ખુશ રહો સદા' આજે એવું મને કહી જવા દો,
સાથ ભવે ભવ નો મળી જાય એવું પણ બને..❜❜
- હરેશ ચાવડા "હરી"