જાણકાર નથી
કહું છું કે હવે કોઈ જ જાણકાર નથી,
ચાહી શકું એવું આજેય ચાહનાર નથી.
કહીંશ આજ અહીંયા મનની ઘણી વાતો,
મળી જશે અહીં વિચાર, જાણનાર નથી.
નજર કરી શકે ભીતર સુધી છેદાય જશે,
હવે અહીં એક પણ મનને વિંધનાર નથી.
જુની પરંપરા નિભાવવાની વાત થઈ,
નવીનતા સહુને ગમતી હતી બોલનાર નથી.
હરિ શરણ મળે અરજી લખી હતી અહીં,
કરો હવે તમે સ્વીકાર આપનાર નથી. ©
લગાલગા લલગાગા લગાલગા લલગા/ગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૦૩/૦૫/૨૦૨૧