"આગ સળગે"
ભીતર એક આગ સળગે,રોમે રોમ અંગારા સળગે..!
નિત નવા વાયદા સળગે,મન કેરી વેદનાયુ સળગે..!
આડી ને અવળીયુ સળગે,ટુંકી વાત લાંબી થઈ સળગે..!
ઘર ઘર ના ચુલાવો સળગે,ઓસરી ને ઓરડાઓ સળગે..!
માણસ કેરી માણસાયું સળગે,ઊભો મોલ ખેતર નો સળગે..!
જળ કેરી ચેતનાયું સળગે,આંબે આવ્યા ફળ સળગે..!
ખમીરની ખુમારી સળગે,ઢીલા પોચાની છાતી સળગે..!
વખત વખત ની બીમારી સળગે,ડોહા ડોહી ના બોલ સળગે,
જુવાની ના સપનાઓ સળગે,દિકરીયું નું ડાહપણ સળગે..!
મુછે વળ દેનાર નું વટ સળગે,ચાલાક ની ચતુરાઈ સળગે..!
"સ્વયમભુ"જીવ ની જાત સળગે,ઓસીયારા નો આશરો સળગે..!
જીવ દઈ જનારો સળગે,ઘર કેરી ધરોહર સળગે..!
ભીતર એક આગ સળગે,
રોમે રોમ અંગારા સળગે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ