સવારનું સ્મિત....
😄🙏😄
માં કે બાપે "જીવન" એટલે સંઘર્ષ કરી કરી જીવવાનું.બાલ્યાવસ્થામાં સ્કૂલ,તરુણાવાસ્થામાં કોલેજ અને વિવાહ કર્યાં પછી છોકરાંના ઉછેર પાછળ જીવવાનું.
છોકરાં પણ જેવું પરણે એટલે પ્રવાસ અને મિત્રો જોડે રખડવાનું જ સૂઝે.
અને બે પાંચ વરસમાં માં-બાપ ઘર સાચવે એ વિચારમાં એમજ ખેંચી કાઢે.
બાપના રૂપિયે રૂપાળો લાગતો પુત્ર અને હોટલમાં જમતો,ફિલ્મ જોતો,લારી ગલ્લે ચા નાસ્તો કરતો પુત્ર ભવિષ્ય માટે કશું જ ના વિચારે ત્યારે પરસેવે ભેગો કરેલો રૂપિયો,બાપે બનાવેલું ઘર અને જે ચાર દીવાલમાં એ સંતાન નિરાંતે ઊંઘ છે,તે સંતાન માટે દયા ખાવી પડે.
જયારે ઘર "વેચાઈ" જાય અને માં બાપ "વહેંચાઈ" જાય ત્યારે પાછલી જિંદગીમાંએ સંતાન ખુબજ દુઃખી થાય છે.
(આ એવા પુત્રો માટે છે જે બાપની કમાણી પર જલસા કરે છે.સારા પુત્રી પુત્રો માટે તો ભગવાનને નમસ્કાર જ કરાય.)
એ માં-બાપને ક્યારેય પૂછતો નથી કે બાપા...! માં...!
ચાલો તમારી સાથે ક્યાંક ફરવા જઈએ.
"સવાર સવારમાં આ વિચાર આવે તો થોડું સ્મિત કરી લેજો!
જિંદગી જતી રહી ત્યાં તમારા દાંત,પગ,હાથ ધ્રુજવા લાગે.
ભાવતું ભોજન ત્યાગવું પડે.
આંખે અંધારું લાગે.
ત્યારે એક લાકડી અને રાતે સાથે હાથમાં બત્તી રાખજો.
કેમ કે કમજોર હાડકાં ભાગી ગયાં તો જિંદગી.....!!!
"સૌને સુખી રાખે મારો શાલિગ્રામ."
- વાત્સલ્ય