પપ્પા
શું સાચું શું ખોટું સમજણ આપે પપ્પા,
નાની વાતો સમજાવી શિખવાડે પપ્પા.
મુશ્કેલી આવે ડર લાગે ત્યારે પપ્પા,
બેસાડી હિંમત કાયમ બંધાવે પપ્પા.
કડકાઈનું મ્હોરું ઓઢી ફરતા કાયમ,
ભીતર વ્હાલપનો દરિયો છુપાવે પપ્પા.
ઘડપણ આવ્યે હાથ ધ્રુજતાં ટેકો કરજે,
સાદી સીધી ઈચ્છા મનમાં રાખે પપ્પા.
પડછાયો છું પડછાયો કાયમી તમારો,
વિશ્વાસ અહીં આપું તમને આજે પપ્પા.
પગલે પગલે અડચણ ત્યારે, ચીંધે મારગ..
કેડી જૂદી કંડારી ત્યાં સાથે પપ્પા.
હાજરી નથી તોયે ધબકે નામ તમારું,
શ્વાસોની સરગમ આજે ત્યાં બોલે પપ્પા.©
ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૧૯/૦૬/૨૦૨૨