તારી આ કૃતિ મારા મનમાં વસી ગઈ
તારી એ મુલાકાત મારા સ્મરણમાં રહી ગઈ
તારી એ ખુશ્બૂ મારા હાથમાં રહી ગઈ
નજર મળીને તું મારી આંખોમાં વસી ગઈ
તારી આ કૃતિ મારા મનમાં વસી ગઈ
તારી એ મુસ્કુરાહટ મારા હોઠ પર રહી ગઈ
તારી ધડકન મારા દિલમાં વસી ગઈ
તારી આ કૃતિ મારા મનમાં વસી ગઈ
તારી એ વાતો મારા ઝહનમાં રહી ગઈ
એ પળ તો જતી રહી પણ તું મારા મનમાં રહી ગઈ
યોગી
-Dave Yogita