આ સ્કૂલ કૉલેજ ની જીંદગી માંથી ગેજેટ્સ તરફ વળી ગયા,
સપના અમારા હતા ન હતા થઈ ગયા..!
પેન ને પેન્સિલ માંથી આગળી ના ટેરવે ચોટી ગયા,
ઊંધા માથે લખતા વાંચતા અમે સાવ ઊંધા થઈ ગયા..!
મોટે થી ગાતા પ્રાથના અમે મોટા સ્પીકર માં સાંભળતા થઈ ગયા,
ગુરૂ વંદના ભુલી અમે ગ્રુપ વંદના માં પડી ગયા..!
સીધી લીટી માં અમે કાયમ રેહવા વાળા,
વાકા ચુકા રસ્તે જય ભોળવાઈ ગયા..!
એક એક કરુણા ના તાર ને જોડવા વાળા અમે,
મોહ રૂપી 📲 ના તાર માં ગુચવાઈ ગયા..!
સુટ બુટ ના તાલે અમે કાયમ રહેવા વાળા,
જાણે કે અમે એક તળિયે "સ્વયમભુ"ચોટી ગયા..!
આ સ્કૂલ કૉલેજ ની જીંદગી માંથી ગેજેટ્સ તરફ વળી ગયા..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ