પ્યારનો નશો પણ ગજબનો હોય છે, લૈલા ને મજનું નો પ્યાર પણ ગજબ નો હતો - હુસ્ન હાજીર હૈ મહોબ્ત કી સજા પાને કો'-મૈ જીદા હું તો લૈલા મર નહી સક્તી- - પ્યારનો નશો રંગ-રૂપ બદલી નાખે છે લૈલા એ મજનું માટે ને મજનું એ લૈલા માટે મરી ફીટવાની ભાવના પણ ગજબની છે, પ્રેમ એ કોઈનો ઇજારો નથી કે તેને પટારામાં પુરી રખાય પ્રેમમાં ઝુુકવાનું હોય છે, પ્રેમમાં એક બીજા માટે મરી ફિટવાનું હોય છે પ્યારના પ્રદેશમાં રહેવાની મજા કંઈ ઓર હોય છે, પ્રેમમાં રણપ્રદેશ ને પણ પ્રેમપ્રદેશ બનાવવાની તાકાત હોય છે એ રણપ્રદેશ ને પણ દુલ્હનની જેમ શણગારી શકે છે એ મેઘ ઘનુંષ્યના સપ્તરંગો ને એક રંગમાં ફેરવી શકે છે પ્યારનો રંગ પણ ગજબનો હોય છે, પ્રિયજનની ઉંઘ હરામ કરી દે છે નીંદ હરામ કરી દે તો પ્રિયજનના સપના નું શું થાય નીંદ વિનાનાં સપનાં શું કામનાં તું-હું- અને આપણે ના ત્રિકોણીયા ખૂણે તો ઓટ જ ઓટ છે, તું આવ તું--હું- અને આપણે મળીએ અને આપણા સપનાં ને સાકાર કરીએ.