"હળવી ફૂલ"
હળવી ફુલ લાગે જીંદગી મને કાટાના ભારાથી,
કોક ને અજાણ થી આભાર વ્યક્ત થાય મારાથી..!
ખાટી મીઠી વાતો ગળો તો ખુંચે ગળા ના ભારથી,
મધુર સબંધો આજે બંધાય મીઠા ફળ બોરથી..!
ઉજળી લાગતી કોકની જીંદગી પૈસા ના ભારથી,
ખાલી ખીસા એના છે સબંધો ના મારથી..!
લાખો અપાવ્યા હોય ભલે તમે તેને સહેલાઈથી,
સંસ્કાર વિના એ અધુરા છે કિંમત ભલે હોય લાખથી..!
મોંઘા મોંઘા ઓઢણ પેરે શોભા વધારે પેહરવેશથી,
રીત ભાત ના કોઈ જાણે એ અજાણ "સ્વયમભુ"વેહવારથી..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ