*એ યૌવના.....*
અલ્લડ યૌવન
ચંચળ મન ...
પતંગિયાની ચાલ લઈ
નીકળ્યું સમીરની સવારીએ...
મન મોહ્યું નજર હટે નહીં..
અપલક જોતા રહ્યો તેની ચાલ...
હસતી ગાતી રમતી અજાણ યૌવના...
હાથમાં એક પકડી લાકડી
આમતેમ ફેરવતી..
દૂનિયાથી અજાણ બની..
નદી નાળા ખેતર પર્વત ખુંદી વળી..
લાચાર બેબસ અવશ પણે ..
તેની પાછળ દોરવાયો..
દિમાગ શુન્ય
મન પર એ ચહેરો હાવી...
કર્ણ પર મધૂર ગૂંજારવ..
આંખોથી એને ઉતારતો રહ્યો..
હૃદયે મચાવી હલચલ...
રક્ત લાવા બની...
ધગધગતું વહેતું રહ્યું..
જ્યાં યૌવના એની મસ્તીમાં ગુલતાન બની ..
કદમ કદમ પર તેજ બની ધડકન..
સૂર્ય ઈર્ષાથી અગ્ન ઓકતો...
સમીર એને ઠંડો પાડતો...
આ રમત વચ્ચે ...
લાગ્યું આ ભ્રમ..
ભ્રમણામાંથી બહાર આવવા
માળીએ લહરાતા ફૂલ પરના કાંટા લઈ..
હાથ પર ખુંપાવી દીધા...
એક ટીસ સાથે
ધગધગતો લાવા વહેતા...
સ્વપ્ન નથીના અહેસાસે...
એ યૌવના તરફ કદમ વધાર્યા.
શું કરીશ એનું નામ ઠામ જાણી...?
એની યાદો આમજ રહે જો અકબંધ...
પણ.. પણ..
મન અવશપણે ખેચાતું ચાલ્યું
અને પગલાં વળ્યા અજાણ પ્રદેશે...©
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૮/૧૧/૧૮