હાજરી લે
આજ ઈશ્વરની અહીંયા હાજરી લે,
પ્રેમ લોહીમાં ભળીયા, હાજરી લે.
દિલ નથી ત્યાં લાગતું તારા વગર કે,
આંખમાંથી જો ખરીયા, હાજરી લે.
કારણો સઘળાં મળી જાશે અહીંયા,
થોભ થોડું લો મળીયા, હાજરી લે.
બાળ સાથે આજ બાળક પણ બની કે,
ઝાડ પર સાથે ચઢીયા, હાજરી લે.
ને સહોદર સાથમાં ભણવું પડે ત્યાં,
રોજ બાપુ લે ઘડિયા હાજરી લે.
નેટ ભણતર લાગતું સારું અહીંયા,
ના રમે કોઈ ફળીયા હાજરી લે.
મા ખિજાણી ત્યાં જ આંખોથી પછી તો,
ખૂબ આંસુડા દડિયા હાજરી લે.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૬/૦૮/૨૦૨૦