"ભાઈ-બહેનનો પ્રેમ"
જ્યાં ઝઘડા પછી થોડા જ સમયમાં માની જવું પડે એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ...
જ્યાં કોઈ વસ્તુની માંગણી માટે સામે વાળાને દસ કામ કરી આપવા પડે એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ...
જ્યાં મમ્મી પપ્પા એકને બોલે અને બીજું એને બચાવવાનો પ્રયત્ન કરે એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ...
જ્યાં એક ઘરમાં નાં હોય તો બીજાને એકલતા મહેસુસ થાય એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ...
જ્યાં તારી વેદનામાં નહીં રડું એવું કહી બહેનની વિદાયમાં સૌથી વધુ ભાઈ રડી જાય એવો પ્રેમ એટલે ભાઈ-બહેનનો પ્રેમ...
-Ri.... :-!