મારો ખીલ્યો આંબલીઓ સ્મરણ ધાટમાં.
કોયલડી કરે છે કીલોલ મનગમતા રાગમા....
વાયુ લહેરાય શીત છાયડીના સાથમાં.
ખગલા કલરવ છે બહુ મોજમાં..
લહેરાતા પાલવડે ભમી રહ્યું યાદમાં....
પહેલી પ્રિતડી કુમાર ભીંજવે નેહમા
કુણા હૈયાની લાગણી વહે હેતમાં.
ચિંતડામાં સમીને ફૂટે છે કુપળમા...
લહેરાય મંજરીને ગુજ ગુંજે તુમરા,
એકમેકમાં મનડા વહી રહે છે ઊરમા...
ભવની જુદાયને એ યોજનો ભરતા.
વહેલા વાણે વિરહ અકળાવે આજમાં.
વિતે વર્ષો શમણાં મોરે તાજગીના તોરમાં.
કહી શોધે છે વેલી કુપળ મોરમા....
અજાણ ખીલે પ્રિત રીતે રજકણમા,
અબોલ વહ્યા નેહ ભરપુર જોબનના.
મનરવ ને મન સોહે સખી સંગાથમાં..
ગીત.તા ૬,૧૧,૨૦૨૩, મનજી મનરવ.....