શું વાત કેવી? કોને કહેવી ,?
પ્રતિબિંબ સ્વના જ જીલાય છે.
મથતા રહેશુ બનવા,
બનીને પછી ક્યાં બનાય છે?
ઓછરતા જળ શુદ્ધ બને
અશુદ્ધિઓ શાંત સેવાય છે.
આમ અજાણ્યા તેજનું તેજ,
અંધકારમા ઓરાય છે.
કવિતામાં જ જરી ગયો,
સમજાણું નહીં ને એ વિખાય છે.
મનરવ વહેતી રહે પળ,
કશુ કહ્યા કારવ્યા વિણ કળાય છે.