સહિષ્ણુતાથી વ્યક્તિત્વ નિખર્યું
લોખંડીપુરૂષનું બિરુદ મેળવ્યું
દારૂબંધીથી ગુજરાત સજ્યું
સ્વાભિમાન મુખ પર ઝળક્યું
અહિંસાથી લડત ચલાવી
આઝાદીનું રણ શિંગું ફૂંક્યું
કુશાગ્રતાથી નેતૃત્વ મેળવ્યું
પળભરમાં એ સ્થાન છાડ્યું
રજવાડાંને એકત્ર કરી
અખંડભારતનું નિર્માણ કર્યું
સરદારનું બિરુદ મેળવી
ગુજરાતનું નામ રોશન કર્યું…
-કામિની