કુણી લાગણીના ફાલ કોણ લણી રહ્યું,
આને એમજ આખુંય આયખું એ વહ્યું.
શમણામાં ચલકાયને ઊફાળમાં સહ્યું,
વહેતી એ પળમાં વહી વહીને એ સર્યું.
ધરાની ભીતરનાએ અમી અવીરત જર્યુ,
જુલતા તરુ નું પર્ણ એક પીળું થઈ ખર્યુ.
અવતરી મીરાત શૂન્યતાને શમી સર્જ્યું,
ને એ જ તનના સ્પંદને મન ભરી ભમ્યુ.
મનરવ આ આશ ના પાશ પુંજ એક ફળ્યું.
તનરવ નાએ તણખામા તળી તળી ને તર્યું.