માત્ર વાર્તા...
એ બધી જ વાર્તામાં કલ્પના તત્વ બેજોડ હતું,
રોચકતા ને રસમયતાનું ભારોભાર મોણ હતું
અસત્ય ભર્યુંભાદર્યું ને સત્ય ગૌણ હતું.
વરખે મઢેલી લાગણીનું ત્રિકોણ હતું.
એક ચહેરા પાછળ ચહેરો પહેરેલું પ્રત્યેક જણ હતું
અંતે એટલું કે એ ચલચિત્ર જ,વાસ્તવિકતાથી કોશો દૂર ક્ષણ ક્ષણ હતું.
-Padmaxi