આંખ્યું ખૂલે માત્ર એ નહીં સાથી
મન ખુલવાથી જ થતો વિસ્તાર.
કિરણ રવિનું રોજ આવી પહોંચે
જરૂરી કે પ્રગટે હકારાત્મક વિચાર.
રોજબરોજનું એક જ ઘરેડમાં બનતું
શોધે હ્દય થાય કો નવલ આવિષ્કાર.
એકલ જીવ્યાથી શું સંપત મળી જગની?
આપણ જીવ્યાથી સુંદર જગ સંસાર.
ઝંખના એટલી સખી મન-હ્દયાને રહે,
અદ્ભુત અનોખી ઉગે રોજ નવી સવાર.
પટેલ પદ્માક્ષી(પ્રાંજલ)