રમત કરતો કેવો માણસ આ,
કોની સાથે રમત કરતો માણસ,
બીજા સાથે કે પોતાની જાતનો માણસ,
વિચારોનું કાવતરું કરતો માણસ,
સારો બને કે ના સારો બનતો માણસ,
ઉભો રહી હું દેખાડતો માણસ,
રમત કરતો કેવો માણસ આ,
કોની સાથે રમત કરતો માણસ,
સાચાને ખોટો ગણાવતો માણસ,
સામે નહીં પીઠ પાછળનો માણસ,
શબ્દોને પણ માર મારતો માણસ,
વિચારોને પણ રમાડતો માણસ,
રમત કરતો કેવો માણસ આ,
કોની સાથે રમત કરતો માણસ..
મનોજ નાવડીયા