ગરબો- મોતીડે મેહ વરસે રે
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.
નવ બેનડી અંબરથી હેઠાં ઉતરશે રે
આભેથી તારલાં પણ હરખી ખરશે રે.
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.
માંનો વૈભવ જોઈ ભક્તો કાઈ હરખે રે
માડી તારું રૂપ જોઈ આંખડી ઠરસે રે
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.
માડીને દરબાર ભક્તો ઘણાં તરસે રે
માડીના મંદિરનો ઘંટારવ સંભળાશે રે.
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.
ઢોલની થાપે ભક્તો રૂડા ગરબા ગાશે રે.
કંકુ પગલાં કરતી માડી ગરબે રમશે રે.
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે.
અસુરોની માયા સામે મા જંગે ચડશે રે
નાશ કરી પાપનો સતની સ્થાપના કરશે રે..
માડીનાં મંદિરિયે મોતીડે મેહ વરસે રે. ©
કાજલ
કિરણ પિયુષ શાહ