માનું મંદિરયું ઝગમગ ઝગમગ થાય.
શરદ રાત્રી ભક્તિની રાત્રી કહેવાય
નવદુર્ગા - જોગણીઓ ને યાદ કરાય.
માનું મંદિરયું ઝગમગ ઝગમગ થાય.
મા તો હિમાલયે શિવ સંગ સોહાય
તેજ માનું ચૌદ ભુવને જ્યાં રેલાય,
માનું મંદિરયું ઝગમગ ઝગમગ થાય.
ગબ્બર ગિરનારથી માને તેડાવાય
ચોટીલા પાવાગઢ સંદેશો મોકલાય
માનું મંદિરયું ઝગમગ ઝગમગ થાય.
નોરતાંની રાતો આવી ઢોલ વગડાય..
ગોરીઓને ગરબાનો સાદ સંભળાય
માનું મંદિરયું ઝગમગ ઝગમગ થાય.
મા તારી ભક્તિ કરતાં ભાન ભૂલાય
કેમ કરી રુદિયાના હાલ અહીં લખાય
માનું મંદિરયું ઝગમગ ઝગમગ થાય. ©
કાજલ
કિરણ પિયુષ શાહ
૧૯/૧૦/૨૦૨૩