એમતો કહું તો મારી પાસે ઘણું બધું છે, છતાં ક્યાંક ખૂણે એકાંત અનુભવી રહી છું.
ઘણા લોકો મારી આજુબાજુ વાત કરતા , છતાં હું એ વાતમાં ના હોઉં એવું અનુભવી રહી છું.
બધાને મારી જરૂર છે કે, મને એમની જરૂર છે એ ખબર નથી પણ હું ખૂબ ખાલીપો અનુભવી રહી છું..
ક્યારેક મન ભરી ઊડવાનું મન થાય પણ જ્યારે ભરું મોટી ઉડાન ત્યારે પાંખ કપાયેલી એવું અનુભવી રહી છું.
શોખ તો ઘણા કર્યા જીવનમાં, છતાં હજી કંઇક ખૂટી રહ્યું એવું અંતરમાં લાગ્યા કરે એવું અનુભવી રહી છું.
બધાને માટે બધું કરી છૂટનાર હું,આજે કોઈ એમ મારી ઈચ્છા ને માન આપનાર ને દૂર ભાગતા જોઈ રહી છું.
હોકાત મારી બધું કરી છૂટવાની, છતાં અપેક્ષાની આડ માં ખુદ પોતે બળીને જીવી રહી છું
.દિલને કેટલું સમજાવ્યું તારી ઈચ્છા ને હવે દબાવી રાખ, સૌ કોઈ પોતાના માં ઝૂમી રહ્યું એવું અંતર આપે જવાબ, છતાં અજાણ બની જીવી રહી છું.
પૈસા ,ધનદોલત ની નથી પૂજારણ છતાં કોઈ એવું મને હાથમાં હાથ નાખી કહે ;ચાલને આજે જીવી લઈએ, બસ જીવન ત્યાં અટકી રહી છું.
માફ કરજે! ભગવાન, તારા સિવાય કોઈ નથી સમજી શકનાર, છતાં કરું ફરિયાદ ,કારણ તું મારો આશરો એવું અનુભવી રહી.છું.
-Bhanuben Prajapati