આવ્યા રે લોલ - ગરબો
નવરંગી ચુંદડી ઓઢી અંબે માડી ગરબે રમવા આવ્યા રે લોલ
આભેથી તારલા આવી બેઠાં માની ચુંદડી એ સાથે ચાંદો લાવ્યા રે લોલ
નવ દુર્ગા બેનડી લીધી માએ સાથ રે જોગણીઓ એ કીધો સંગાથ રે લોલ
ચાચારના ચોકમાં ગરબો ગવરાવ્યો રમે આજ નર નારી સૌ સાથ રે લોલ
માની ભક્તિમાં રમઝટ બોલી, ખૈલેયા ભુલ્યા છે આજ શાન ભાન રે લોલ.
આનંદને ઉત્સાહથી હિલોળે ચડયો મહેરામણ જુઓ કેવું આ તાન રે લોલ.
કાજલ પ્રેમથી ગરબા ગાતી ને ગવરાવતી ભૂલી સઘળાં વહેવાર રે લોલ.
મા અંબાની મોઘીં મહેર વરસી મારે તો જુઓ આ દરેક દિવસ તહેવાર રે લોલ.
"કાજલ"
કિરણ પિયુષ શાહ