રમવા
ગરબા ગઝલ
ગગન ગોખથી આવે છે અંબા માવડી રમવા
વળી સંગાથ નવદુર્ગા સખીને લાવતી રમવા.
ખુલે દરબાર માનો આપે ભક્તો હાજરી રમવા.
શરદ રાત્રે સહેલી ધુમતી ગાતી ચાલતી રમવા.
મા ચોટીલે તારા બેસણા, મા જાગતી રમવા
મા હળવે વાઘ સાથે નીચે હસતી આવતી રમવા.
નજર કરતા પછી આવશે સૌ જોગણી રમવા.
સજી શણગાર માતા બાર પગલાં માડતી રમવા.
કદી થાકે છતાં આવે એ આખી રાતડી રમવા.
ઢળે દિવસ સખીઓ કામ કરતાં ભાગતી રમવા.
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
કાજલ
કિરણ પિયુષ શાહ
૧૬/૧૦/૨૦૨૩