નથી નક્કી કરવો મારે કોઈ મુકામ .
જૉ નક્કી કરૂ તો શક્ય છે કે ત્યાં પહોંચી પણ જાઉ.
પણ મારે તો ચાલતાં જ રહેવું છે.
ચાલતાં રહેવામાં જે excitement છે તે મુકામ માં નથી.
ક્યારેક રસ્તો ભટકવાની પણ મજા છે.
ક્યારેક અજાણ્યા રસ્તે ચાલવાની પણ મજા છે.
ક્યારેક મંજીલ નક્કી કર્યા વગર રખડવાની પણ મજા છે.
હવે હું તે મુકામ પર પહોંચી છું કે મુકામે પહોંચ્યા વગર પણ આ ઝિંદગીને માણી શકુ છું.
-Dharmista Mehta