મૃગજળ ની પાછળ ભાગતા ભાગતા જ ક્યારેક તરસ છીપાય જતી હોય છે.
ભ્રમમાં રાચતા રાચતા જ ક્યારેક વાસ્તવિકતા મળી જતી હોય છે.
ખોટાં ને સાચું સમજતાં સમજતાં જ ક્યારેક સાચું સમજાય જતું હોય છે.
રસ્તો ભટકતાં ભટકતાં જ ક્યારેક મંજિલ મળી જતી હોય છે.
બીજાં ની પાછળ દોડતા દોડતા ક્યારેક ખુદ થી ભેટો થઈ જતો હોય છે.
-Dharmista Mehta