સરખામણી દિકરા-દિકરીની ન થઈ શકે
એક કુળદીપક છે બીજી બે કુળ દિપાવનારી છે.
સરખામણી બે સંતાનોની ન થઈ શકે
એક ભણવામાં હોશિયાર તો બીજું ઈતર પ્રવૃત્તિમાં આગળ હોય શકે.
સરખામણી માતા-પિતાની ન થઈ શકે
એક આખો દિવસ ઘર સંભાળે છે બીજું એ સંભાળવા મહેનત કરે છે.
સરખામણી માતા-પત્નીની ન થઈ શકે
એકે જન્મ આપ્યો છે તો બીજી જીવનભર સાથ નિભાવવા આવી છે.
સરખામણી પિતા-પતિની ન થઈ શકે
એક રાજકુમારીની જેમ પાળે છે બીજું રાણી બનાવી રાખે છે.
સરખામણી પોતાની બીજા સાથે ન થઈ શકે
સૌ પોતાનામાં સર્વ શ્રેષ્ઠ જ હોય છે.
-Mir