કઈક અલગ આજે મારું દિલ બેચેન બની રહયું છે.
ખબર નહી કોઈના એ મધુર શબ્દોને યાદ કરી રહયું છે.
આંખોની જ ખાલી ભૂલ નથી, કસૂર તો દિલનો પણ છે.
જરા તો દિલ સાથે વાંક તારી ગાલ પરના તલનો પણ છે.
એની વાતોથી જાણે કંઈક અલગ જ નશો ચડતો જાય છે.
તોફાનો તો એવાં કે ના ચાહવા છતાં ભાન ભુલાઈ જાય છે.
યાદોનો હિસાબ દિવસોમાં નથી, સાથે વીતેલી પલનો પણ છે.
વિચારો તો સમય સાથે વાંક તારી ગાલ પરના તલનો પણ છે.
આંખો એવી અણિયાળી ને કાળી, કોઈને પણ વશ કરી જાય છે.
ગોળ ચહેરા પર આવતાં કથ્થઈ વાળની લટો મન મોહી જાય છે.
ઊજળો વાન, અલ્લડપણું ને આત્મવિશ્વાસ કમાલનો પણ છે.
કાળા કુર્તા સાથે મેચિંગ કરતો, વાંક તારી ગાલ પરના તલનો પણ છે.
-તેજસ