સ્નેહબંધનની એક ગાંઠ એમ છૂટી ગઈ,
તાણીતાણીને બાંધતાં દોર જાણે તૂટી ગઈ.
કહી દીધી મેં એમને પ્રેમની આખીય વાર્તા,
એક અધૂરી વાત બધી શાંતિ લૂટી ગઈ.
વ્હાલનાં વરસાદે સિંચ્યા હતા સપનાઓ,
ખીલવાના ટાણે જ કળી કોણ ચૂટી ગઈ?
ઝાકળનાં સંગાથે ઊજવી ઊગતી સવાર,
વિયોગી પળો વેદનાનો રંગ કેમ ઘૂંટી ગઈ?
છલકાવ્યો અઢળક સ્નેહ આખા આયખે,
તો મૃત્યુ વેળાએ થોડી બુંદ કેમ ખૂટી ગઈ?
✍️ સરગમ
-Priyanka Chauhan