જો હું તારી સાથે વાત ન કરું તો , તું અબોલા લઈ લેતો એ આદત છે તારી.
જો હું તારો એક રીંગ વાગે ફોન ના લઉં તો,તું રિસાઈ જાય એ આદત છે તારી.
જો હું તારો જન્મદિવસ વહેલો વીસ ના કરું તો, તું ઉદાસ થયી જાય એ આદત છે તારી.
જો તારી કાળજી લેવામાં થોડીક ચૂક થાય તો, મારી સાથે વાત કરે બંધ એ આદત છે તારી.
જો તારું મનગમતું ભોજન ન બનાવુ તો ,તને થાય દિલમાં દુઃખ એ આદત છે તારી.
હંમેશા તારી બનીને રહેતી છતાં, તું માગે પ્રેમની સાબિતી એ આદત છે તારી.
હું તારાથી દૂર હોઉં છતાં,તું પળવાર માટે મને ભૂલી ના શકે પ્રિય એ આદત છે સારી.
-Bhanuben Prajapati