વાહ રે માનવી વાહ....
ઘરમાં નીકળ્યો ઉંદર તો દવા નાખી મારી નાખ્યો અને મંદિરમાં માટીના ઉંદરના કાનમાં દું:ખ સંભળાવી આવ્યો.
છોકારાએ રમકડાં માગ્યા તો ધમકાવી નાખ્યો અને મંદિરની દાનપેટીમાં દિલ ખોલીને ફાળો નાખી આવ્યો.
ગંગામાં નાહીને સઘળા પાપ ધોઈ આવ્યો અને ધોયેલા પાપોનું પાણી બાટલીમાં ભરી આવ્યો.
વાહ રે માનવી વાહ આ તે કેવો ન્યાય ?
-Kishor Sagathiya