ગઝલ/ કવિતા .મનજી મનરવ
મળે તારો સાથ તો ભવ તરી શકું.
જીવતરના વહેતા ઝાંઝવાને ખાળી શકું.
થાયે કેટલાય પતન સ્વના તો પણ,
તારો મળે સાથ તો જીરવીય શકુ.
સાથ વિના એકલતામાં શું સંભવે?
લાગણી હુંફ ના ભાવ ન ભરી શકું.
જીવન પણ જંજાવાતી હોય છે એવુ,
એકમેકના સહારે સંકટોય ખાળી શકું.
તુજ વિના સાથી હું જના કદી શોભે,
મનરવ તુજ વિણ કવન ન કળી શકું.