મળ્યુ મન માણીગર સંગે,
ઊજવે મનોમન મેળો ઉમંગે.
બંગડી, બિંદી, ઝાંઝર, કાજલ,
નીસરી એ ચૂંદડી ઓઢી અંગે.
પાંપણ ઢળે, મુખડું મલકાય,
વારેવારે ચઢે, મિલનનાં તરંગે.
ભણકારા વાગે પિયુ આગમનનાં,
રંગાયું મન પ્રીતના ગુલાબી રંગે .
સામે મળ્યા જ્યારે સાજનજી,
આંખો ને હોઠ બોલવા ચઢ્યા જંગે.
ઘડી બેઘડી મળ્યા ને ભળ્યા મેળે,
ઉત્સાહે ઊજવે જીવન હર પ્રસંગે.
✍️ સરગમ
-Priyanka Chauhan