श्रध्धां मेधां यश: प्रज्ञां
विधां बुध्धिं श्रियं बलम्।
आयुष्यं तेज आरोग्यं
देहि मे हव्यवाहन ।।
"હે હવ્યવાહન! હે અગ્નિનારાયણ! શ્રધ્ધા, મેધા, યશ, પ્રજ્ઞા, વિધા, બુધ્ધિ, શ્રી, બળ, આયુષ્ય, તેજ અને આરોગ્ય મને આપો."
આમાં અતિ બુધ્ધિશાળી માણસોએ શ્રધ્ધા પહેલાં માગી છે, પછી મેધા માગી છે. પ્રભાવી આત્મશ્રદ્ધા એટલે હું આવો થઈશ, હું આવો બની શકીશ. આત્મશ્રદ્ધાની સાથે સાથે પ્રભુશ્રધ્ધા પણ અપેક્ષિત છે.