ખરે,ખરો! માણસ છે.
➖️➖️➖️➖️➖️
પ્રપંચ ચોરીને દગાબાજીમાં છે રુચિ.
વાત મને કાયમ આ ખુંચી.
માર્યું ખાલીખમ ઘરમાં તાળું.
ને બોલે ગર્વ કરતાં,:-"ખોલો,દઉં કૂંચી."
તમને કહું સાચું,--
મને,માણસની જાત લાગી લુચ્ચી.
આપે ઘરમાં જગ્યા ફુલાઈ,ફુલાઈને.
ને એ ગયા પછી,
દિલમાં નામ પણ,નાખે ભૂંસી.
સાંભળે દુઃખ દર્દની વાત એ રીતે,
જાણે જાત,નાખશે ઘસી.
મળ્યો નહીં,સમય સ્વાર્થ ને,
કઈ રીતે હોય,કોઈની આંખ લુછી.
ખરે,ખરો ! માણસ છે.
કરે પથ્થરની મૂર્તિમાં જાસુસી.
કરવાનો છે દેખાડો.
ભક્તિ અને શ્રદધામાં ક્યાં છે રૂચી ?
✍️જયા.જાની.તળાજા."જીયા"