સંવત સોળ અડતાળમે, શ્રાવણ માસ ઉદાર,
જામ અજો સુરપુર ગયા, વદ સાતમ બુધવાર.
આશરા ધર્મ માટે જામનગર નાં યશસ્વી પરાક્રમી રાજવી જામ અજાજી અને અકબર મધ્યે થયેલ યુદ્ધ એટલે ' ભુચરમોરી ' નું યુદ્ધ
મુઝફ્ફર શાહ ત્રીજાને આશરો આપ્યો, જેથી અકબરે મિર્ઝા
અઝીઝ કોકા નેં સૈન્ય કાર્યવાહી માટે જામનગર મોકલ્યો.
ધ્રોલ પાસેના ભુચરમોરી મેદાનમાં આ યુદ્ધ થયું હતું, આ યુદ્ધ માં
જામનગર નાં કુંવર જામ અજાજી લગ્ન નાં ફેરા મુકીને અને ક્ષત્રિય ધર્મ નિભાવવા યુદ્ધ માં આવ્યા હતા.
યુદ્ધ માં અપ્રતિમ સાહસ અને અને શૌર્ય થી મુગલ સૈન્ય નેં ચકિત કરી આખરે યુધ્ધમાં જામ અજાજી વીરગતિ પામ્યા હતા આ દિવસ હતો સાતમ નો, આ યુદ્ધ પછી જામનગર ની પ્રજાએ અઢીસો વર્ષ સુધી સાતમ નોતી ઉજવી...
ધન્ય છે આવા મહાન વિરોને જેમણે આશરા ધર્મ માટે અને ક્ષાત્રવટ માટે પોતાના પ્રાણ અર્પણ કરી ઈતિહાસમાં અમર થઈ ગયા. 🙏
ભુચરમોરી યુધ્ધમાં વીરગતિ પામેલા બધાં યોધ્ધાઓ નેં કોટી કોટી વંદન 🙏🚩
જય ભવાની 🙏
જય રાજપુતાના 🙏🚩