ખામીઓને ખૂબીમાં પલટાવી
અનોખી રાહે કેડી કંડારે
અજ્ઞાનરૂપી અંધકાર હટાવી
અવિરતજ્ઞાનની ગંગા વહાવે
સંસ્કારોનું સિંચન કરી
માનવતાના મૂલ્યો સમજાવે
દિશા ચીંધે દિવાદાંડી બની
ને સફળતાની મંઝિલ નિખારે
કોટિ કોટિ પ્રણામ અંતરથી
શિક્ષકદિન નિમિત્તે સહુ ગુરૂજનોને…
-કામિની