વિષ્ણુની વિમાસણ.
વિષ્ણુ જાગ્યા ભરનિંદ્રામાંથી
બોલી લક્ષ્મી શું થયું નાથ ?
મને આવ્યો વિચાર દેવી !
મારે કરવી ભક્ત કસોટી
દેવી બોલ્યા શા માટે ?
જુઓ શિખરો મંદિરો તણા
સીમા વટાવી હિંદની
ન રહી કોઇ નગરી વિશ્વની
નારા જાગ્યા ચારે દિશાઓમાં
તમારું નામ ઝલકે વિશ્વભરમાં !
વિષ્ણુ મુસ્કરાયા મનમાં
લક્ષ્મી કહે સંદેહ ભાંગે મારા દિલમાં
મને ભ્રમણા કરવા દે વિશ્વમાં
ખુદ બ ખુદ નજર ભરી જોવા દે જગતમાં
….ભાનુ બહેન દેસાઇ.