સ્પર્શ પુષ્પનો પણ મને કઠોર લાગે તારી યાદ રૂપી લાગણી મને કૂણી લાગે,
સ્વાદ ખાંડનો પણ મને ઠીક લાગે તારી યાદ રૂપી લાગણી મને ગળી લાગે,
વહાલ દરેકનું પણ મને ઓછું લાગે તારી યાદ રૂપી લાગણી સર્વશ્રેષ્ઠ લાગે,
દોસ્ત! મારુ જીવન પણ મને અધૂરું લાગે તારી યાદ રૂપી લાગણી જીવવા જરૂરી લાગે.
-Falguni Dost