હતું સપનું એની જોડે જીવવાનું અધૂરું રહ્યું
એ વ્યક્તિ મારું થઈ ને પણ મારું થયું નહીં !
રડું છું આજ પણ એની યાદોને યાદ કરીને,
કેમ એ બીજાનું જ રહ્યું પણ મારું થયું નહીં!
ખૂબસૂરત જિંદગીની સફર હતી એની મારી જોડે,
છતાંય કેમ મારું જિંદગી માં હમસફર થયું નહીં!
શું કમી રહી મારા પ્રેમમાં એને અર્ધવચ્ચે મને છોડી,
પથ્થર એટલાં દેવ પૂજયા તો'ય એ મારું થયું નહીં!
એ સમજે છે જીજ્ઞા ખુશ છે એનાં વિના પણ,
એતો માયલો જાણે એનાં વિના કોઈ મારું થયું નહીં!
jigna ✍️