પાછળ ફરીને તું એને સાદ આપી દેજે,
જે છુટી ગયાં એને તું સાથે લઈ લેજે,
સામે જોઈને તું એને સ્મિત આપી દેજે,
હાથ પકડીને તું એને સાથે રાખી લેજે,
નાની ખોટી ગણતરીઓને તું છોડી દેજે,
એક વાર તું એમને હેતથી મળી લેજે,
ભૂલ થાય તો તું એને માફ કરી દેજે,
આ ક્ષણને તું હ્રદયથી સાચવી લેજે..
મનોજ નાવડીયા