આ વાત છે.
આકરા પગલા અને પડકારની આ વાત છે.
જાત સાથે કાયમી લલકારની આ વાત છે.
ત્યાં નજરબંધી કરી ઊભાં રહ્યાં છીએ હવે,
ખાસ ઈચ્છા મનની ત્યાં યલગારની આ વાત છે.
મનની સુંદરતા ઘણી ગમતી છતાં સમજાય તો,
ખુદ વફાઈ સારું ત્યાં શણગારની આ વાત છે.
ખોલવાની યોજના હેઠળ શરૂઆત જ કરી,
રાત બાકી વાટ ને મઝધારની આ વાત છે.
ત્યાં ભિક્ષાદેન્હી કહીં ફરતાં હતાં એ સાઘુઓ,
આજ ભૂલ્યા ઘરને એ અણગારની આ વાત છે.
પોઢ ચાલી યાદ છે મુસાફરો રોકી શકાય?
ચાલતી યાદોની એ વણઝારની આ વાત છે.
આજ ભોળાનાથ થઈને આમ બેસી તો રહ્યા,
આજ માથે આભને જલધારની આ વાત છે.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
કાજલ
કિરણ પિયુષ શાહ