મારે મન આઝાદી એટલે........
વિચારોની સ્વતંત્રતા
મોડી રાત્રે બહાર નીકળી શકીએ કોઈ પણ જાતનાં ડર વિના
કોઈ ખોટું કરે તો એને અટકાવી શકાય કોઈ પણ ડર વિના
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકીએ ગુનેગારનાં ડર વિના
શરીરને શોભે એવા મનપસંદ કપડાં પહેરી શકીએ રોક ટોક વિના
સ્ત્રી અને પુરુષ સાચા મિત્રો બની શકે લોકોનાં શકનો ભોગ બન્યા વિના
કોઈક વાર રસ્તો ભટકી જઈએ તો આશરો મેળવી શકીએ કોઈ ડર વિના
દેશની સંસ્કૃતિનાં રક્ષણ માટે કાર્ય કરી શકીએ કોઈની પણ મંજુરી વિના
સ્ત્રીઓને એમનાં હક મળે લડ્યા વિના
દેશની પ્રગતિમાં ભાગ આપી શકીએ કોઈ રોક ટોક વિના
નાત જાતનાં ભેદભાવ વગર રહેવું
દેશનાં કોઈ પણ ખૂણે જઈ શકાય કોઈ ઓળખાણ વિના
દેશમાં રહી શકીએ ભાઈચારાથી
માતૃભાષા બોલતાં શરમ ન અનુભવાય(અંગ્રેજી માધ્યમના વધતાં ચલણને અનુસરીને)
કુરિવાજોથી દૂર રહી સાચી માનવતા દાખવીએ
કોઈ પણ સરકારી કામ એક જ આંટો મારતાં પતાવી શકાય
દરેક વ્યક્તિ ઈમાનદારીપૂર્વક કામ કરી શકે બીજાની હેરાનગતિ વિના
દેશની જે વિવિધ બોલી અને કળા છે એને લોકો સુધી પહોંચાડી એનું મહત્ત્વ સમજાવવું
દેશની સ્વતંત્રતા અને દેશની સંસ્કૃતિનું સન્માન કોઈ પણ નેતા, અસામાજિક તત્ત્વો કે કોઈ પણ ધર્મગુરુનાં ડર વિના પોતાની રીતે કરવા મળે અને પોતાનાં વિચારો સ્વતંત્ર રીતે રજુ કરવાની તક મળે એ સૌથી મોટી આઝાદી છે.
શ્રીમતી સ્નેહલ જાની