મારા વિચારોનું વમળ.
હેલો મિત્રો આજની મારી વાત છે તમને લોકોને આધ્યાત્મ તરફ લઈ જવાની મારા માનવા અને મારા જાણવા મુતાબિક મને જે મારી ગતાગમ પ્રમાણે જે કંઈ પણ હું જાણું છું જેટલી પણ મને ખબર પડે છે એ થોડી તમને આ માધ્યમથી કહેવા માગું છું જે વસ્તુ સ્થિતિનું મેં જાણવાનો પ્રયત્ન કર્યો છે અને જેમાં મને સત્યતા જાણવા મળી છે એને હું આજે આવરી લેવા માંગુ છું મેં ઘણા દાર્શનિકોને વાંચ્યા છે અને ઘણા તજજ્ઞોનો પણ મેં અભ્યાસ કર્યો છે. હું મારા આધ્યાત્મિક અને સામાજિક ગુરુ તરીકે જેને માનું છું અને જેણે મને તર્ક દ્રષ્ટિનો સચોટ ખ્યાલ બતાવ્યો છે, તેને મારી દ્રષ્ટિ પ્રમાણે હું ભગવાનનું સ્થાન આપું છું ( વાચક તેને અતિશયોક્તિ ના માને ) એવા ભગવાન ઓશો રજનીશએ પણ એ જ વસ્તુ વારંવાર કહી છે કે તમે ભુતકાળને ભૂલી જાવ અને ભવિષ્યમાં ના ખોવાઈ જાવ તમે વર્તમાનમાં રહેવાનો પ્રયત્ન કરો તમે કોઈપણ કામ કરો તેમાં તમે જાગેલા, સજાગ હોવા જોઈએ.
એવું નથી કે ઓશોએજ આવી વાત કહેલી છે પરંતુ એવા તમામ દાર્શનિકોએ ઓશો પહેલા આ બાબત નું સમર્થન કર્યું છે એમાં ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી વિગેરે વિગેરે આમ કહીયે તો તમામ ધર્મના તીર્થ કરોએ આ વાતથી સમર્થન આપ્યું છે. હું જે સમજાવવાનો પ્રયત્ન કરું છું તે મારા પ્રયત્નને ઘણા બુદ્ધિજીવીઓને માનવામા સંકોચ થશે અને તે સંકોચ થવો પણ જોઈએ કારણ કે મારો મત છે તે સર્વોપરી નથી આ મારા મત પ્રમાણે છે.
આપણે જે કોઈપણ નિર્ણય લેવાનો હોય તે નિર્ણય ભવિષ્ય થકી લઈ શકીશું તે નિર્ણય ભૂતકાળનો નહીં હોય કે નહીં હોય વર્તમાનનો જો તમે ભવિષ્યનું નહીં વિચારો તો તમારું જીવન કઠીન બની જશે.જો તમે એવું માનતા હોય કે સજાગ રહેવું જાગતા રહેવું તે વર્તમાનમાં રહેવું કહેવાય તો તેનું હું ખંડન કરું છું તમારે સજાગ શું કામ રહેવું પડે શું કામ તમારું ધ્યાન તમારે લક્ષ તરફ રાખવું જોઈએ કારણકે ભવિષ્યની કોઈ ઘટના બગડી ના જાય આમ જો કહું તો ખોટું નથી કે તમારું ભવિષ્ય બગડી ના જાય ઉદાહરણ તરીકે મને એક મંદિરના પગથિયાં ચડવું છે તો દરેક દરેક પગથિયે મને આગળ વધવું પડશે પછી જેવો તમારો લક્ષ મારા ખ્યાલ પ્રમાણે તમારું વર્તમાન હંમેશા ભવિષ્ય લક્ષી જ હોય છે તમારું ભવિષ્ય શુધારવા માટે તમને તમારું વર્તમાન શુધારવું પડશે અને એ ત્યારેજ સુધરશે કે જ્યારે તમે એક સારા ભવિષ્ય માટે વિચાર્યું હશે.
હું મારી દ્રષ્ટિએ હું ભવિષ્યને સર્વોપરી માનું છું આપણું શરીર વર્તમાનમાં કાર્યરત હોય છે અને આપણો મગજ ભવિષ્યમાં રમતો હોય છે આવી સ્થિતિ દરેક માણસની હોય છે એમાંથી કોઈ બાકાત નથી રહેતું. સજાગતા ભવિષ્યનો જ એક ભાગ છે. કોઈ વાતચીત દરમિયાન શું કામ આપણા શબ્દોની ગરીમા આપણે પકડી રાખવી પડતી હોય છે, કારણ કે આપણી વાતચીત દરમિયાન સામેવાળા વ્યક્તિને આપણા મોઢામાંથી કોઈ એવો શબ્દ ના નીકળી જાય કે જેથી કરીને તેને માઠું લાગી જાય તો એ વાતચીત દરમિયાન આપણે આપણી બોલીમાં ભવિષ્યનો હક અકબંધ રાખ્યો છે, કે સામેવાળા વ્યક્તિ સાથે ભવિષ્યનો આપણો સંબંધ યથાવત રહે તેવું આપણે વર્તમાનમાં જાળવી રાખ્યું છે.
તો આ એક મારી સમજણ છે તો તમારા મત પ્રમાણે સાચું હોય કે ખોટું હોય તે મને જણાવજો.
- સોનુ ધોળીયા.