મ્હોરી વસંત!
🌹🙏🌹
મ્હોંરી વસંત આંબા આંબલી
ચાંદની ચીકુડી ચંપો !
મ્હોંર્યું ના એક સખી તારું! ઉપવન
શેનો થયો અજંપો ?
શું કહું? શું કરું?સખી! વેલીનાં
ગુજર્યાં'તાં અટૂલાં જીવન !
સોળ શણગાર સજી નીસર્યા,
દિલે તારી લાગી લગન !
પારધીના પાણામાં પીસાતી
જોઈ અનેક પારેવડી !
ભૂલી જ્યાં ભાન એણે મરડી
કૂણી ડૉક પારેવડી !
કારમો લાગ્યો આઘાત સખી'રી
કરું શું હું કરામત !
આવને સખી આવ ઉગાર
આ ફફળતી પારેવડી.
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)