"સ્વજન".......આ શબ્દ કેટલો હુંફાળો છે, કેટલો મમતાભર્યો છે,,,,,પોતાનો લાગે છે.....હદયના સ્પંદનો ઝણકાર કરવા લાગે છે☺☺...........પણ......
જ્યારે ખ્યાલ આવે કે જેને આપણે આપણા સ્વજન માન્યા છે તેને આપણાં દૂર જવાથી....આપણી ખાલી જગ્યા પડવાથી કોઈ ફર્ક પડતો નથી ત્યારે???????☺
તે મમતાપૂર્ણ , હુંફાળાશબ્દ ને પકડીને હચમચાવી નાખીને પૂછવા નું મન થાય છે શા માટે તને કોઈ ફર્ક પડતો નથી? .....કે પછી તું મોર્ડન જમાનામાં વપરાતા 'prectical' શબ્દ જેવી છે ? કે તારામાં સ્વીકાર કરવા ની આવડત છે? શામાટે એટલા બધા વર્ષ ભ્રમ માં ગયા......
.......કે પછી...એવી ભાવના છે કે તું હતી તો સારું હતું અને હવે જ્યારે તું નથી તો પણ કાંઈ ફર્ક પડતો નથી.......
નદી તો વહેણ બદલ્યા જ કરે છે........પણ એ નદી ને ખબર નથી કે આ ઝરણાને પણ વહેવું ગમે છે,ઉછળવું ગમે છે....પણ...."સ્વજન" ની સાથે....ભલે તે દૂર હોય.....છતાં સ્વજનની સાથે દરિયો બનીને ઉછળવું છે...તેમાં જ જીવવા માટે નો' oxygen' મળે છે... ?????
-- Shree
-Shree...Ripal Vyas