અજાણ્યાં સાથે મનમેળ થાય ને શરૂ થાય થોડી મસ્તી,
સાથ સંગાથ બની જાય ખબર ના પડે, આવી જ હોય છે દોસ્તી...
શરૂઆત તો ઓળખાણથી થાય ને પછી બહાર મળવાનું થાય.
એની આદત ક્યારે પડી જાય ખબર ના પડે, આવી જ હોય છે દોસ્તી...
વિચાર્યા વિના બધું જ કહેવાય, ક્યારેક તો ગાળ દઈને વાત થાય.
આવું એની જોડે જ કેમ થાય ખબર ના પડે, આવી જ હોય છે દોસ્તી...
ગુસ્સો એ આપણા પર કરે, ને ધમકાવીને ય સાચે રસ્તે લઈ જાય.
કારણ શોધવા કહો ને ઉકેલ આપી જાય, આવી જ હોય છે દોસ્તી...
ક્યારેક કીધા વગર સમજી જાય, પાછો સમજીને પાસે રહી જાય.
સાથે બેસીએ ત્યાં જ કેવું સુકૂન મળી જાય, આવી જ હોય છે દોસ્તી....
-તેજસ